Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

તમારા પણ દાંત પીળા છે? તો બનાવો ચમકદાર

એક સુંદર સ્માઈલ બધાનું મન મોહી લે છે પરંતુ, દાંત પીળા હોય તો સ્માઈલ પણ ફીકી લાગે છે. એટલુ જ નહિં, તે તમારા આત્મવિશ્વાસને પણ ઓછો કરે છે. દાંતને સફેદ અને ચમકદાર બનાવવા લોકો કેટલાય મોંઘા-મોંઘા ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. પણ બહુ ફરક પડતો નથી. કેટલાક ઘરગથ્થુ ઉપાય દ્વારા પણ દાંતને ચમકદાર બનાવી શકાય છે.

દાંતોની પીળાશ દૂર કરવા માટે તમે કોલગેટ ટૂથપેસ્ટની સાથે ચપટી એક બેકિંગ સોડા મિકસ કરી બ્રશ કરો. દાંતોની પીળાશ ધીમે-ધીમે ઓછી થતી જશે.

લીંબુના છોતરાથી દાંત ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. અથવા તો લીંબુ અને પાણી મિકસ કરી કોગળા કરો. તેનાથી દાંતની પીળાશ તો દૂર થઈ જશે સાથે મોંમાંથી દુર્ગંધ પણ નહિં આવે.

પહેલાના જમાનામાં લીમડાના દાંતણથી દાંત સાફ કરવામાં આવતા હતા. દાંતને મજબુત અને ચમકદાર રાખવા તમે આજે પણ દાંતણનો ઉપયોગ કરી શકો છો.

 

(9:04 am IST)