Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

તૈવાન નજીક ચીને કવાયત યોજી અમેરિકાને આપી ચેતવણી

નવી દિલ્હી: ચીનના સરકારી મીડીયાએ જણાવ્યું હતું કે, બુધવારે ચીને તૈવાન આસપાસ યોજેલી લશ્કરી કવાયત તૈવાનને સાથ આપવા અમેરિકાએ અપાયેલી સ્પષ્ટ ચેતવણી સમાન છે. અમેરિકાના પ્રમુખે સોમવારે અમેરિકાની તૈવાન અંગેની વ્યૂહાત્મક અસ્પષ્ટતા છોડી સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, 'જો ચીન તૈવાન ઉપર હુમલો કરશે તો અમેરિકા તેની પડખે ઉભું રહેશે.' અમેરિકાની તૈવાન અંગેની આ નીતિમાં કોઈ ફેરફાર થવાનો નથી તેમ પણ જો બાયડને ફરીથી ભારપૂર્વક કહ્યું હતું. આ અમેરિકાએ તૈવાન સાથે સાંઠગાંઠ બાંધવા સામે અપાયેલી સ્પષ્ટ ચેતવણી સમાન છે તેમ ચીનના ઇર્સ્ટન કમાન્ડના પ્રવક્તા શીયીએ એક ટેલિવિઝન મુલાકાતમાં પણ ફરી ભારપૂર્વક જણાવ્યું હતુ. તે સર્વવિદિત છે કે પશ્ચિમે રશિયાના પ્રમુખ પુતિન જો ફરીથી મૂળ સોવિયેત સંઘ સાકાર કરવા કટિબદ્ધ બન્યા છે તેવી જ રીતે પૂર્વમાં ચીનના સરમુખત્યાર શી જિનપિંગ તૈવાનને ગળી જઈ અખંડ ચીન રચવા માંગે છે. ચીને તિબેટને તો ક્યારનું ય (૧૯૫૦)થી તાબે કરી દીધું છે. પરંતુ તૈવાનમાં તેમનો ગજ વાગતો નથી કારણ કે અમેરિકા તેની ઢાલ બની રહ્યું છે.

 

(6:47 pm IST)