Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રશિયા સમર્થિત દળોએ યુક્રેનના શાસન હેઠળ લીમેન શહેર પર કબ્જો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયા સમર્થિત દળોએ શુક્રવારે નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેનના શાસન હેઠળ આવેલા લીમેન શહેર પર તેમણે કબ્જો કરી લીધા હોવાનો દાવો કર્યો છે. આ શહેર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેની પૂર્વ તરફ જતો માર્ગ કીવને મળે છે. રશિયા સમર્થિત દળ તરફથી દાવો કરાયો છે કે રશિયન સેના સાથે મળીને તેમણે ડોનેત્સક પાસે આવેલા ક્રિસ્ન લિમનની 220 વસાહતોનો સંપૂર્ણ કબ્જો મેળવી લીધો છે. જોકે આ મુદે રશિયા કે યુક્રેન તરફથી કોઈપણ પ્રકારની પુષ્ટિ અત્યાર સુધી કરવામાં આવી નથી. પૂર્વી ડોનેત્સકમાં આવેલા લીમેન પૂર્વમાં યુક્રેનના તાબા હેઠળના ડોનેત્સકની રાજધાની - સ્લોવિયાન્સ્ક અને ક્રેમેટોર્સ્ક સાથે રોડ માર્ગે જોડાયેલું છે. મોસ્કો યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં પોતાનો વર્ચસ્વ વધારવા માટે પગલાં ભરી રહ્યું છે. એટલું જ નહિ દક્ષિણમાં રશિયન સરહદ નજીક આવેલા કેટલાક મોસ્કો સમર્થિત વિસ્તારોમાં પણ રશિયા પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. રશિયાએ ખેરસનના દક્ષિણ વિસ્તારોમાં પોતાના અધિકારીઓની નિમણુક કરી છે.

 

(6:44 pm IST)