Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમેરિકાની ભૂમિ પરથી સ્પેસએક્સ યાનમાં ઉડાન ભરી બે અવકાશયાત્રી પૃથ્વી છોડીને પ્રવાસનો પ્રારંભ કરશે

નવી દિલ્હી: ઈલોન મુસ્કની કંપનીએ તૈયાર કરેલા 'સ્પેસએક્સ' અવકાશયાનમાં બેસીને નાસાનાં બે અવકાશયાત્રીઓ ડગ્લાસ હર્લી અને બૉબ બેહ્નકેન બુધવારે પૃથ્વી છોડીને અવકાશના પ્રવાસનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે૪૯ વર્ષના બેહ્નકેન અને ૫૩ વર્ષના હર્લી .. ૨૦૧૧ પછી પહેલી વખત અમેરિકી ધરતી પરથી અવકાશી સફરે નિકળનારા સૌપ્રથમ અવકાશયાત્રીઓ બનશે. અમેરિકાની અવકાશી સંશોધન કરતી સંસ્થા નાસા સાથે વર્ષોથી જોડાયેલા બંને અવકાશયાત્રીઓ વર્ષો જૂના મિત્રો છે અને તે બંનેની પત્નીઓ પણ અવકાશી સફળ ખેડી ચૂકી છે.

અવકાશયાત્રીઓ ડગ્લાસ અને બૉબ બંને ભૂતકાળમાં અવકાશી સફર ખેડી ચૂક્યા છે. ડગ્લાસ હર્લી અમેરિકન એન્જિનિયર હોવાની સાથે ભૂતપૂર્વ મરિન કોપ્સ પાઈલોટ રહી ચૂક્યા છે. તેઓએ ૨૦૦૯માં નાસાના સ્પેશ શટલ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ તેઓ ૨૦૧૧માં સ્પેશ શટલના આખરી અભિયાન-એસટીએસ ૧૩૫માં પાઈલટની ભૂમિકા ભજવી ચૂક્યા છે. બૉબ બેહ્નકેન યુએસ એરફોર્સમાં કર્નલનો રેન્ક ધરાવે છે અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી પણ છે. તેઓ એસ્ટ્રોનોટ ઓફિસના ભૂતપૂર્વ ચીફ રહી ચૂક્યા છે. તેઓએ ૨૦૦૮ અને ૨૦૧૦માં અવકાશયાત્રા કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૦ના એસટીએસ-૧૩૦ અવકાશી અભિયાનમાં તેઓએ સ્પેસવૉક પણ કર્યું હતુ.

(6:29 pm IST)