Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચીનમાં ફેક્ટરીની દીવાલ ધસી પડતા બે મોતને ભેટ્યા: 15ને ઇજા

નવી દિલ્હી: ચીનના પૂર્વી જિયાંગશું પ્રાંતમાં એક ફેકટરીમાં દીવાલ ધસી પડતા 2 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 15ને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલ લોકોમાં પાંચની  હાલત  હજુ પણ ગંભીર જણાઈ રહી છે કહેવાય રહ્યું છે કે ખરાબ વાતાવરણના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

(6:28 pm IST)