Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

૧૪.૭૭ સેકન્ડમાં ૨૦૦ ફુગ્ગા ફોડવાનો રેકોર્ડ

લંડન તા ૨૭  :  આપણે જો જીવનમાં એકાદ પણ વિશ્વવિક્રમ બનાવી દઇએ તો કોલર ટાઇટ કરતા ફરીએ, પણ અમેરિકાના ડેવિડ રશ નામના ભાઇને વર્લ્ડ રેકોડ્ર્સ બનાવવાનું વળગણ થઇ ગયું છે. અત્યાર સુધીમાં ભાઇએ ૧૦૦ થી વધુ વાર ગિનેશ વર્લ્ડ રેકોડ્ર્સમાં નામ નોંધાવી લીધું છે. ટૂથપિકની મદદથી સોૈથી વધુ મકાઇના દાણા ખાવા માટે ફાલતુ લાગે એવી વાતમાં પણ તેમને કોઇ પહોંચી શકે એમ નથી એવું તેમણે સાબિત કરી દીધું છે. તાજેતરમાં ડેવિડે ૨૦૦ બલૂન્સ ફોડવાનો રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરેલો. આ પહેલા ૨૦૧૪માં ન્યુયોર્કના આશ્રિત ફરમન નામના ભાઇએ ૩૩.૭૪ સેકન્ડમાં ૨૦૦ બલુન્સ ખીલાથી ફોડયા હતા. જોકે નોકસવિલમાં ડેવિડ રશે કરેલા પ્રયત્નમાં તેણે ૨૦૦ બલુન્સનો ટાર્ગેટ જસ્ટ ૧૪.૭૭ સેકન્ડમા઼ અચીવ કરી લીધો હતો અને વધુ એક વિક્રમ પોતાના નામે કરી લીધો છે.

(11:45 am IST)
  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • અમદાવાદમાં ૫ દિવસ સુધી ગરમી ૪૨થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેશે: હવામાન ખાતુ: યલ્લો એલર્ટ જાહેર access_time 3:41 pm IST

  • મરિયમ નવાઝની નિયુક્તિનીને પડકારતી અરજીનો ચૂંટણી આયોગે કર્યો સ્વીકાર :પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ના ઉપાધ્યક્ષ તરીકે મરિયમ નવાઝની નિયુક્તિની અરજી સ્વીકારતા નવાઝ પરિવારને મોટો ફટકો :અરજીમાં પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમને પાર્ટીના કોઈપણ પદને સંભાળવા માટે અયોગ્ય ગણાવાઈ છે :સત્તારૂઢ પીટીઆઈના સભ્ય દ્વારા દાખલ અરજી પર મુખ્ય ચૂંટણી આયોગની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પીઠે સુનાવણી દરમિયાન મરિયમને જવાબ આપવા નોટિસ મોકલી access_time 1:21 am IST