Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુદ્ધ જહાજ પહોંચ્યા : વૈશ્વિક તણાવ વધવાની શક્યતા

અમેરિકાના બે યુદ્ધ જહાજ દક્ષિણ ચીન સાગરના વિવાદીત સમુદ્રમાં જોવા મળતા વૈશ્વિક તણાવ વધવાની શકયતા જોવાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છેકે આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શક્યતા છે.

  ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુદ્ધ જહાજો જોયા હોવાનો દાવો કર્યો છે. અમેરિકા ઉત્તર કોરિયા મામલે ચીનના સહયોગની માંગણી કરી રહ્યું છે, તેવા સમયે જ લેવાયેલું આ પગલું ભડકાવનારૂ કામ કરી શકે છે. અમેરિકાનું આ ઓપરેશન બેઈજીંગના એ પ્રયાસોનો જવાબ ગણવામાં આવે છે, જેને અંતર્ગત તે આ રણનૈતિક ક્ષેત્રમાં જહાજની અવર જવરને અસર પહોંચાડવા માંગે છે.

  અમેરિકાએ આ ઓપરેશનની યોજનાઓ અનેક મહિનાઓ પહેલા બનાવી હતી અને હવે તે રોજીંદુ બની ગયું છે. અમેરિકાના નૌકાદળ તરફથી કરવામાં આવનારા અભ્યાસથી ચીનને બહાર કરવાના કારણે બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ ઉભી થઈ છે અને આવા સમયે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી યુદ્ધ જહાજોની હાજરી ચિંતાજનક બાબત છે.

(9:32 pm IST)