Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

નાઇજીરિયામાં બંદૂકધારીઓના હુમલામાં પાંચ પોલીસ કર્મીઓના મૃત્યુ

નવી દિલ્હી: દક્ષિણ નાઈજિરીયાના ઈમો રાજ્યમાં એક પોલીસ સ્ટેશનમાં બંદૂકધારીઓએ કરેલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા વાતની જાણકારી આપવામાં આવી હતી. ઈમો પોલીસના પ્રવક્તા ઓરલેડો ઇકેવોકુએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અજાણ્યા હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમા અચાનક ઘુસી આવ્યા હતા અને આવીને કેદીઓને ભગાવી ગયા હતા જેના કારણોસર બને પક્ષોમાં ગોળીબારી શરૂ થઇ જતા પાંચ પોલીસ અધિકારીઓ મોતને ભેટ્યા છે.

(5:25 pm IST)