Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ચીનના ગ્લાસના બ્રિજ પર થયું ડ્રાઇવર વિનાની બસનું પરીક્ષણ

બીજીંગ, તા.૨૭: ચીનના ઝેન્ગજિઆન્જેમાં ૩૦૦ મીટર ઊંચે બે પહાડોને જોડતો કાચનો પુલ બનાવવામાં આવ્યો છે. ૪૩૦ મીટર લાંબા અને ૬ મીટર પહોળા આ પુલ પર બુધવારે ડ્રાઇવરલેસ બસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ.પ ટન વજન ધરાવતી આ બસ સફળતાપુર્વક પુલ પરથી પસાર થઇ ગઇ હતી. હજી તો આ બસની બીજી ઘણી પરીક્ષા લેવાની બાકી છે. એ પછી તેને કયા રૂટ પર ચલાવવીએ નકકી થશે. જોકે સહેલાણીઓને આકર્ષવા માટે આ બ્રિજ પર પણ એની સર્વિસ ચાલુ થઇ શકે છે. જો એમ થશે તો બસમાં બેસીને કાચના પુલની આજુબાજુનાં રમણીય દૃશ્યો માણી શકાશે.(૨૨.૭)

(3:41 pm IST)