Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઊંઘ દરમ્યાન પરસેવો કેમ વળે છે?

બ્લ્ડ પ્રેશરની દવાઓ, આલ્કોહોલનું સેવન અને જમ્યા પછી તરત સુઇ જવું જો મુખ્ય કારણો માહેના છે.. મેનોપોઝ દરમિયાન હોર્મોન્સ ફેરફારો પણ કારણભુતઃ ઊંઘતા પૂર્વે કસરતો કરવાથી પણ આવું બનતું હોય છે! શરીરનું તાપમાન ઘટવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચે તો પણ પરસેવો વળે છે

પથારીમાં પડતા વેત ઊંઘ આવી જતી હોય પણ થોડા કલાકો પછી અચાનક પરસેવાથી રેબઝેબ થઇ જવાતું હોય અથવા નિંદ્રા ન આવતી હોય અને તમને ગરમી લાગતી હોય તેવું બને છે? તો જાણો આવું થવાના કારણો.

ઓકલાહામા યુનિવર્સિટીના પ્રીવેન્ટીવ મેડીસીનના પ્રોફેસર ડો. જેમ્સ ગોલ્ડ કહે છે મારી પાસે ઘણા દર્દીઓ રાત્રે ઊંઘ દરમ્યાન પરસેવો વળવાની ફરીયાદ લઇને આવતા હતા તેથી તેના કારણો જાણવા માટે મે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી.

૨૦૧૧માં ડો. મોલ્ડે રાત્રે પરસેવો વળવા માટેના લક્ષણો અને કારણો અંગેનો પોતાનો અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. જો કે તેમાં જવાબ કરતા સવાલો વધારે હતા.

ડો. મોલ્ડ કહે છે કે રાત્રે ઊંઘ દરમ્યાન પરસેવો વળવાનું એક કારણ ઉત્તેજના છે જયારે અન્ય કારણોમાં બ્લડ પ્રેશરની દવાઓ, દારૂ અથવા જમીને તરત સુઇ જવું વગેરે છે. મોલ્ડના અભ્યાસના તારણો અનુસાર આમાંની કોઇપણ વસ્તુ તમારા શરીરની કુદરતી ઘડિયાળને ખોરવી નાખે છે તથા શરીરની ઉષ્ણાતામાનને નિયંત્રણમાં રાખનાર પ્રક્રિયાને ધીમી પાડી દે છે.

હાવર્ડ મેડીકલ સ્કૂલના સ્લીપ મેડીસીન વિભાગના પ્રોફેસર ડોકટર હેડીન જોફે કહે છે કે, મેનોપોઝના કારણે હોર્મોન્સમાં થતાં ફેરફારના કારણે પણ આવું થતું હોય છે. ઘણીવાર આના કારણે તમારી ઉંઘ ભલે ન ઉડતી હોય પણ તમારી ઊંઘ બગડે છે. જેના કારણે બીજા દિવસે તમને તાજગી નથી અનુભવાતી.

ઊંઘતા પહેલા કરેલી કસરતથી પણ શરીરની ઉષ્ણતા નિયમનની પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. જેના કારણે પણ આવું થઇ શકે છે તેવું એરીઝોના કોલેજ ઓફ મેડીસીનના સ્લીપ એન્ડ હેલ્થ રીસર્ચ પ્રોગ્રામના ડાયરેકટર અને પ્રોફેસર મીચેલ ગાર્ડનર કહે છે. તેઓ કહે છે કે, ઊંઘતી વખતે વ્યકિતના શરીરનું ઉષ્ણતામાન ઘટતું હોય છે અને તેના કારણે સારી ઊંઘ આવે છે. સુતા પહેલા ખાવાથી અથવા કસરત કરવાથી શરીરના ઉષ્ણતામાનમાં વધારો થાય છે. જેના કારણે ગરમી ઉત્પન્ન થાય છે.

ડો. ગાર્ડનર અનુસાર ઘણીવાર પરસેવો વળવાનું કારણ તમે પહેરેલો પાયજામો, ગાદલું અને ચાદર પણ હોઇ શકે છે. તમારા શરીરની ઘડિયાળ તમારા ઊંઘવાના સમયના બે કલાક પહેલા જ તમારા શરીરનંુ તાપમાન ઘટાડવાનું ચાલુ કરે છે. અને ઊંઘ દરમ્યાન પણ તે સતત ધીમે-ધીમે ઉષ્ણતામાન ઘટાડો ત્યાં સુધી ચાલુ રાખે છે, જયાં સુધી શરીરનું તાપમાન મિનિમમ લેવલે પહોંચે. મિનિમમ તાપમાન લગભગ સવારે ૩ વાગ્યાની આસપાસ થાય છે.

આ તાપમાનના ઘટાડામાં ખલેલ પહોંચે તો ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. તમે  સુવા જાવ ત્યારે બધી પ્રક્રિયાઓ બરાબર ચાલતી હોય પણ માની લો કે તમે જાડો લેંઘો પહેર્યો હોય અથવા ઓઢવાનો બ્લેન્કેટ વધારે ગરમ હોય તો શરીરના તાપમાનમાં વધારો થાય છે અને ઉષ્ણતા નિયમનની પ્રક્રિયા ખોરવાતા ઉંઘ બગડે છે. અને પરસેવો પણ વળે છે. ઊંઘતી વખતે જો મગજ વધારે પડતું સક્રિય હોય તો પણ આ પ્રક્રિયા ખોરવાતી હોય છે.

એટલે સુતી વખતે બને ત્યાં સુધી આછા કપડા, જરૂર પુરતુ઼ ઓઢવાનું, ગરમી  ન થાય તેવું બેડીંગ વાપરવું જોઇએ.(૧.૨૦) (ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

 

(3:38 pm IST)