Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઉનાળો આવી ગયો ખાવ આઈસ્ક્રીમ અને માણો ઉનાળાની મજા

બાળકોથી લઈ વૃધ્ધ સુધીના બધા લોકો આઈસ્ક્રીમ પસંદ હોય છે. ભાગ્યે જ અમુક લોકો હોય છે જે આના સેવનથી બચતા હોય છે. આમ તો આઈસ્ક્રીમ ખાવાની કોઈ સિઝન નથી હોતી પણ મોટાભાગના લોકો સમરમાં આઈસ્ક્રીમને વધારે પ્રેફર કરે છે. ચાલો જાણીએ આના ફાયદા વિષે.

આઈસ્ક્રીમ વિટામિન-એ, બી-૨ અને બી-૧૨ થી ભરપૂર હોય છે. વિટામિન-એ ત્વચા, હાડકાં, રોગ પ્રતિરોધક ક્ષમતા પર આધારિત છે. ઉપરાંત વિટામિન-એ આંખોની રોશની વધારે છે.

આઈસ્ક્રીમ વિટામિન્સ, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ દૂધ અને અન્ય ઉત્પાદનોથી સજ્જ હોય છે જેમાં પ્રોટીન રહેલ હોય છે. પ્રોટીનથી આપણા શરીરમાં માંસપેશીઓ, ત્વચા, હાડકાં, લોહિ માટે ફાયદાકારક હોય છે.

આઈસ્ક્રીમનું સેવન કરવાથી વેઈડ લોસ કરી શકાય છે.

આઈસ્ક્રીમ ખાવાથી ટીશ્યુ અને સ્નાયુઓ મજબૂત બને છે. દરરોજ આઈસ્ક્રીમ જેવા દૂધના ઉત્પાદનો ખાવાથી ઑસ્ટિથોપોરોસિજ નામની બીમારીે રોકી શકાય છે. આ બીમારીમાં હાડકાં પાતળા અને નબળા બની જાય છે.

બ્રિટિશ અખબાર 'ડેલી મેલ' ના અનુસાર સ્ટડીમાં જાણવા મળ્યું છે કે  વેનીલા ફલેવરને પસંદ કરતા લોકો પ્રેરક અને આદર્શવાદી હોય છે. ચોકલેટ ફલેવરને પસંદ કરતા લોકો નાટકીય અને લવ મૂડના હોય છે.

આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં થતી બળતરા દુર થાય છે.

આમાં કેલ્શિયમ તત્વ હોય છે, જે હાડકાને મજબૂત કરે છે. શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે દૂધ સિવાય દૂધમાંથી બનેલ તત્વ જેમકે માખણ, ક્રીમ, ચીઝ, દહિં,આઈસ્ક્રીમ વગેરેનું સેવન કરવું જોઈએ. કેલ્શિયમ ફકત હાડકાં જ નહિં પરંતુ, વજન પણ ઘટાડે છે.

(9:45 am IST)