Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વેસ્ટમાંથી બેસ્ટઃ વધેલા ન્હાવાના સાબુના ટુકડાથી બનાવો હેન્ડવોશ

ન્હાવાના સાબુનો ઉપયોગ થતા થતા તે નાનો થઈ જાય છે. નાનો થઈ ગયા બાદ તે કંઈ ઉપયોગમાં આવતો નથી અને આપણે તેને ફેંકી દઈએ છીએ. પરંતુ, તમને ખબર નહીં હોય કે તેમાંથી  હેન્ડવોશ બનાવી શકાય છે.

તેના માટે તમારે અલગથી કોઈ અન્ય વસ્તુઓની જરૂર નહીં પડે. માત્ર સાબુના વધેલા ટુકડામાંથી તમે ૫૦૦એમએલથી વધુ હેન્ડવોશ તૈયાર કરી શકો છો. જેની બજારમાં કિંમત રૂ.૧૦૦ હોય છે અને ઘરે બનાવેલ હેન્ડવોશની કવોલિટી પણ સારી હોય છે. જો તમારા ઘરે સાબુના ટુકડા નથી તો તમે  માત્ર ૧૦ રૂપીયાનો સાબુ લઈ હેન્ડવોશ બનાવી શકો છો અને વધારે સારૂ હેન્ડવોશ બનાવવુ હોય તો કોઈ મોંઘા સાબુનો ઉપયોગ કરવો.

સૌથી પહેલા સાબુના બધા ટુકડાને મિકસરમાં નાખો. જો નવા સાબુથી હેન્ડવોશ બનાવો છો, તો સાબુના ચાકુથી નાના ટુકડા કરો અને ત્યારબાદ તેને મિકસરમાં નાખો. તેમાં સાબુના ટુકડા ડૂબે તેટલુ પાણી નાખો. હવે મિકસરમાં તેની પેસ્ટ બનાવી લો. એ વાતનું ધ્યાન રાખવું કે પેસ્ટને ઘટ્ટ બનાવવાની છે.  પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ તેમાં એક ગ્લાસ ગરમ પાણી નાખો અનેે મિકસ કરો. હવે તેમાં એક ઢાંકણુ ડેટ્રોલ નાખો અને ૧ મિનીટ સુધી વ્યવસ્થિત રીતે હલાવો. તમારૂ હેન્ડવોશ તૈયાર છે. હવે તેને એક બોટલમાં ભરી તેનો ઉપયોગ કરી શકો છો.

(9:39 am IST)