Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઘરે બનાવો ઠંડુ-ઠંડુ બનાના મિલ્ક શેક

ગરમીની આ ઋતુમાં લોકો ઠંડી વસ્તુ વધુ પસંદ કરે છે. સોડા, જ્યુસ, આઈસ્ક્રીમ, ગોલા, મિલ્ક શેક, વગેરે ઠંડક મહેસૂસ કરાવે છે. પરંતુ, બજારમાં મળતી આ બધી વસ્તુઓથી કયારેક સ્વાસ્થ્ય ખોરવાય વાય છે. ઘર પર બનાવેલ બનાના મિલ્ક શેક તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં માવો નાખી તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તેને બનાવવા માટે..

સામગ્રી : કેળા : ૨ કપ, દૂધ : ૨ કપ, ક્રીમ : ૧/૪ કપ, દળેલ ખાંડ : ૨ ચમચી, મેવો : અડધો કપ, વેનીલા એસેન્સ : ૧/૨ ટી સ્પૂન, તેમજ અડધો કપ બરફ (ક્રશ્ડ).

બનાવવાની રીત : બાનાના મિલ્ક શેક બનાવવા માટે સૌથી પહેલા મોટા વાસણમાં કેળાના ટૂકડા નાખી તેને બ્લેન્ડ કરી લો. ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ અને બરફના ટૂકડા નાખી ફરીથી બ્લેન્ડ કરો. તેને ઘાટુ બનાવવા માટે તેમાં મિલ્ક પાવડર પણ મિકસ કરી શકો છો. હવે તેને ઠંડુ થવા માટે થોડીવાર ફ્રીઝમાં રાખો. ત્યારબાદ તેના પર સમારેલ સૂકામેવાથી ગાર્નિશીંગ કરી ઠંડુ બનાના મિલ્ક શેક સર્વ કરો. (૨૪.૩)

(9:39 am IST)