Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

તમે ઈચ્છો છો કે તમારા ગાલમાં પણ ડિમ્પલ પડે?

બધી છોકરીઓ કુદરતી રીતે પોતાની ખુબસુરતીને વધારવા માટે પોતાની પર્સનાલીટીનું ખાસ ધ્યાન રાખે છે. કોઈ પણ છોકરીના ચહેરાની સુંદરતા માટે તેની આંખો, હોઠ અને ગાલ સુંદર હોવા ખૂબ જ જરૂરી છે. તમે તમારી આંખો અને હોઠને મેકઅપ દ્વારા સુંદર બનાવી શકો છો. પરંતુ, જો ગાલની સુંદરતાની વાત કરીએ તો ડીમ્પલથી ગાલની સુંદરતા વધે છે. કેટલીક છોકરીઓને ગાલ પર નેચરલ ડિમ્પલ પડે છે. તો વળી કેટલીક છોકરીઓ કોસ્મેટીકનો ઉપયોગ કરી ગાલ પર ડિમ્પલ બનાવે છે. પરંતુ, કોસ્મિટીકના ઉપયોગ વગર પણ તમે ગાલ પર ડિમ્પલ બનાવી શકો છે.

૧.જો તમે તમારા ગાલ ઉપર ડિમ્પલ બનાવવા ઈચ્છો છો તો બંને ગાલની વચ્ચેના ભાગ ઉપર અંગૂઠાથી દબાવો અને સતત હસતા રહો. નિયમિત અડધા કલાક સુધી આ એકસસાઈઝ કરવાથી તમારા ગાલમાં ડિમ્પલ પડવા લાગશે.

૨. તમારા હોઠને બહારની તરફ કાઢી ગાલને અંદરની તરફ ખેંચો. દરરોજ અડધો કલાક આ કસરત કરો, અમુક અઠવાડીયામાં જ ગાલ પર ડિમ્પલ બની જશે.

૩. નિયમીત ૨૫થી ૩૦ મિનીટ હસવાની સાથે ગાલની વચ્ચે આંગળીઓથી દબાવો. આવુ કરવાથી તમારા ગાલ ઉપર કુદરતી રીતે ડિમ્પલ બની જશે.

(9:38 am IST)