Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

યમનના હુથી બળવાખોરોએ કરેલ હુમલામાં સાઉદી અરેબિયાની ઓઇલ ફેસિલિટી ખાતે ફ્યુઅલ ટેન્કમાં આગ ભભુકતા અફડાતફડી

નવી દિલ્હી: ફિલિપાઇન્સે યેમેનના હુથી બળવાખોરોએ કરેલા હુમલામાં સાઉદી અરેબિયાની ઓઇલ ફેસિલિટી ખાતેની ફ્યુઅલ ટેન્કમાં આગ લાગી છે. સાઉદી અરેબિયા યેમેન સાથેના યુદ્ધના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ્યુ હતુ તે દિવસે ખાસ હુમલો કરવામાં આવ્યો હતો, એમ અિધકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. યેમેનની સરહદ નજીક આવેલા સાઉથવેસ્ટ સાઉદી અરેબિયાના જિઝાન ખાતેના સૃથળે આ હુમલો કરવામાં આવ્યો હતો.

સાઉદી અરેબિયાના અિધકારીઓના જણાવ્યા મુજબ હૌથી બળવાખોરોએ ડ્રોન દ્વારા બોમ્બ હુમલો કર્યો હતો. હૌથી બળવાખોરોના પ્રવક્તાએ પછી દાવો કર્યો હતો કે તેઓએ સાઉદીના લશ્કરી સૃથળો અને ઓઇલ ફેસિલીઝ પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે. તેમાના કેટલાકને સાઉદીએ માન્યતા આપી છે અને કેટલાકને નથી આપી.હૌથને સોમવારે યુદ્ધવિરામની ઓફર કર્યા પછી પણ સાઉદી અરેબિયા પર હુમલા વધી રહ્યા છે અને આ સિૃથતિ જરા પણ હળવી બનતી દેખાઈ રહી નથી. લાલ સમુદ્ર પર આવેલા રિયાધથી દક્ષિણપશ્ચિમે 970 કિલોમીટર (600 માઇલ) દૂર આવેલા જિઝાન ખાતેની ઓઇલ વિતર ફેસિલિટી પર ગુરૂવારે રાત્રે નવ વાગે આ હુમલો કરવામાં આવ્યો હતો, એમ સાઉદીના ઊર્જાપ્રધાને જણાવ્યું હતું.

(5:29 pm IST)