Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બ્રિટનની શાળાઓમાં સંગીતના સિલેબસમાં થયો આ ગીતનો સમાવેશ

નવી દિલ્હી: 2010માં રિલિઝ થયેલી સુપરહિટ ફિલમ દબંગનુ આઈટમ સોંગ મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીયે...ખાસુ ફેમસ થયુ હતુ.મલાઈકા અરોરાએ પરદા પર આ ગીત પર ડાન્સ કર્યો હતો.

હવે આ ગીતનો સમાવેશ બ્રિટનની સ્કૂલોના સંગીતના સિલેબસમાં કરાયો છે.એક ન્યૂઝ રિપોર્ટ શેર કરીને ખુદ મલાઈકાએ તેના પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, બ્રિટનની સ્કૂલોમાં સંગીતનો નવો સિલેબસ ગઈકાલે જાહેર કરાયો હતો. આ સિલેબસમાં બોલીવૂડ હિટ મુન્ની બદનામ હુઈ.....ની સાથે સાથે સ્લમ ડોગ મિલિયેનરનુ ગીત જય હો... શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયિકા કિશોરી અમનોકરનુ સહેલી રે... અનુષ્કા શંકરનુ ગીત ઈન્ડિયન સમરને પણ સામેલ કરાયુ છે.

બ્રિટનના શિક્ષણ વિભાગનુ કહેવુ છે કે, વિવિધતા એ બ્રિટનની ઓળખ છે અને બાળકોને અલગ અલગ પ્રકારનુ સંગીત શીખવા મળે તે માટે સંગીતના સિલેબસમાં ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, બોલીવૂડ હિટસ અને ભાંગડા બિટસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(5:26 pm IST)