Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોકડાઉનની પ્રકૃતિ પર પડી સારી અસર:ઓઝોન લેયરનું કાણું ભરાવવા લાગ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: આખી દુનિયા કોરોના વાયરસ સામે લડવા માટે લોકડાઉન પર છે. રસ્તાઓ ઉપર ટ્રાફિક નથી. ફેક્ટરીઓ પણ બંધ છે. ઈમારતો બનાવવાનું કામ પણ બંધ છે. પ્રદૂષણ ફેલાનારનું કામ થતું નથી. લોકડાઉનની શરુઆત ચીને કરી હતી. હવે આખી દુનિયા કરી રહી છે. કારણ ખરાબ છે પરંતુ તેનો ફાયદો મોટ થઈ રહ્યો છે. ઓઝોન લેયરમાં બનેલું કાંણુ હવે ભરાઈ રહ્યું છે.

   યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પૃથ્વીના દક્ષિણી ભાગમાં સ્થિત એન્ટાર્ટિકાની ઉપર બનેલું ઓઝોન લેયરનું કાણું હવે ભરાઈ રહ્યું છેકેમ કે ચીન ઉપર જનારું પ્રદૂષણ હવે ત્યાં જતું નથી. લોકડાઉન પહેલા પ્રદૂષણનું સ્તર ખૂબ વધારે હતું. પૃથ્વી ઉપર ચાલનારી સ્ટ્રીમ એટલે કે હવા જે અનેક દેશો ઉપરથી પસાર થાય છે. જે ઓઝોન લેયરના કાણાના કારણે પૃથ્વીના દક્ષિણી ભાગ તરફ જઈ રહી હતી

(6:18 pm IST)