Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ચામાચીડિયું નહીં પરંતુ આ આ પ્રજાતિમાંથી કોરોના ફેલાયો હોવાનો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે દાવો

નવી દિલ્હી: કોરોના વાયરસ માણસોમાં કેવી રીતે ફેલાયો તેને કડી શોધવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો લાગી ગયા છે. ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ કહેવામાં આવી રહ્યુ છે કે, ચમગાદડથી કોરોના વાયરસ માણસોમાં પહોંચ્યો છે, પરંતુ બાદમાં શક પૈંગોલિન નામના પ્રાણી પર આવ્યો છે. 26 માર્ચના રોજ જર્નલ નેચરમા પ્રકાશિત થયેલ એક શોધમા વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે, Covid-19 સાથે મળી આવતો વાયરસ પૈંગોલિન જાનવરમાં પણ હાજર છે.

               ચમગાદડ સિવાય કોરોના વાયરસના પરિવારથી સંક્રમિત થનાર પૈંગોલિન એક એવુ સ્તનપાયી જીવ બની ગયો છે. સ્ટડીમાં સીધી રીતે તો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી કે, હાજરમાં રહેલી મહામારી માટે પૈંગોલિન જવાબદાર છે, પરંતુ જેમાં સંકેત આપવામાં આવ્યો છે કે, નવા કોરોના વાયરસ ઉત્પન્ન કરવામાં જાનવરની મુખ્ય ભૂમિકા હોઈ શકે છે.

(6:16 pm IST)
  • સચિને વીડીયો દ્વારા આપ્યો સંદેશ : ડોકટરો અને સરકાર જ કોરોનાથી કે બચી શકાય તે સારી રીતે જાણે છેઃ તેમની ઈલાજ સાથે જોડાયેલ દરેક સલાહનું પાલન કરવું જરૂરી છે access_time 4:17 pm IST

  • ભારતમાં કોરોના વાયરસ COVID-19નું સામુદાયિક - કોમ્યુનિટી - માનવ ટુ માનવ ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ મજબૂત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 1:03 pm IST

  • NEET ૩ મે એ યોજાશે કે પછી પોસ્ટપોન્ડ થશે ? મુંઝવણ : મેડીકલમાં પ્રવેશ માટે યોજાતી NEET (નીટ) આગામી ૩ મે, ૨૦૨૦ના રોજ યોજવાનું NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) દ્વારા નકકી કરાયેલ છે. પરંતુ આજે તેના એડમીટ કાર્ડ ડાઉનલોડ થતા ન હોય, વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. કોરોના તથા લોકડાઉનને કારણે નીટની પરીક્ષા ૩મે,૨૦૨૦ના રોજ લેવાશે કે મોડી જશે તે બાબતની જાહેરાત કેન્દ્ર સરકારના એચ.આર.ડી મીનીસ્ટ્રી તરફથી વહેલીતકે થાય તેવુ લાખો વિદ્યાર્થીઓ ઇચ્છી રહયા છે. access_time 3:28 pm IST