Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કેન્યામાં બસે ટ્રકને હડફેટે લેતા 14 મોતને ભેટ્યા

નવી દિલ્હી: પૂર્વી કેન્યાના માંચાકોસ કાઉંટીમાં આજરોજ એક બસે ટ્રકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 14 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણા લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે  એક પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ યાત્રીની બસ ઝડપી ગતિથી નૈરોબીથી આવી રહી હતી ત્યારે તેને ટ્રકને ટક્કર મારી હતી આ દુર્ઘટનામાં 11 પુરુષો સહીત 12 મહિલા અને એક  બાળકનું ઘટનાસ્થળેજ મોત  નીપજ્યું છે.

(6:51 pm IST)