Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

યમન હોસ્પિટલમાં હવાઈ હુમલામાં 7ના મોત

નવી દિલ્હી:ઉત્તર-પશ્ચિમ યમનના એક ગ્રામીણ વિસ્તારમાં એક હોસ્પિટલ પર કરવામાં આવેલ હુમલામાં સાત લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 8 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હોસ્પિટલની સહાયતા  કરનાર આંતરરાષ્ટ્રીય સહાયતા સંગઠન  દ્વારા એક બયાનમાં જણાવવામાં આવ્યું છે કે મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે.

(6:42 pm IST)