Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મેટિંગ માટે ગર્લફ્રેન્ડ ન મળતાં હાથીએ ચીનના ટાઉનમાં ઘુસીને કાર અને ઘરોનો ખુડદો બોલાવ્યો

બેજીંગ તા ૨૭ :  રવિવારે સવારે ચીનના  યુનાન પ્રાંતમાં આવેલા મેન્ગા ટાઉનમાં એક જંગલી એશિયન હાથી આવી ચડયો હતો. શેરી અને રસ્તા પર એ જ રીતે તોડફોડ કરીને આગળ વધતો હતો એ જોતાં ગામવાળાઓ ગભરાઇ ગયા.  હાથીએ રસ્તાની  કિનારીઓ પાર્ક કરેલી બાઇક અને વાહોને ડેમેજ કર્યા હતા, અને કેટલાંક ઘરોમાં પણ સુઢ નાખીને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ગામલોકોએ તરત જ જંગલ ખાતાના અધિકારીઓને જંગલી હાથી આવી પહોંચ્યો હોવાની ખબર કરી હતી અને સેફ ડિસ્ટન્સ રાખીને હાથીની  હરકતોન ે વિડીયોમાં ઉતારી હતી. લગભગ અડોથી પોણો કલાક સુધી આંતક મચાવ્યા પછી જંગલ ખાતાના અધિકારીઓ એને પાછો ગામની બહાર દોરી જવામાં સફળ રહ્યા હતા. અધિકારીઓનું કહેવું હતું કે, હાલમાં હાથીઓની  મેટિંગ સીઝન ચાલે છે અને  આ હાથીને કોઇ ફીમેલ પાર્ટનર મળી ન હોવાથી એ બેેબાકળો થઇને ટાઉનમાં ઘુસી આવ્યો હોય એવી સંભાવના છે.

(11:55 am IST)