Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અમેરિકાની આ હોસ્પિટલના ડિલિવરી યુનિટમાં કામ કરતી તમામ નવેનવ નર્સ છે પ્રેગ્નન્ટ

અમેરિકાના મેન રાજયના પોર્ટલેન્ડ શહેરમાં આવેલા રાજયના સૌથી મોટા ગણાતા મેન મેડિકલ સેન્ટરે સોમવારે ફેસબુધ અકાઉન્ટ પર એક તસવીર સાથે અનોખી જાહેરાત કરી હતી. વાત એમ છે કે આ હોસ્પિટલના લેબર અને ડિલિવરી વિભાગમાં નવ નર્સ કામ કરે છે. બધી જ યંગ નર્સ છે અને જોગાનુજોગ એવો છે કે નવેનવ નર્સ હાલમાં પ્રેગ્નન્ટ છે. એપ્રિલ મહિનાથી લઇને જૂન મહિનાના અંત સુધીમાં બધાને ડિલિવરી આવે એમ છે. બીજી મહિલાઓની ડિલિવરી કરાવતી બધી જ નર્સો એક સાથે મેટરનિટી લીવ પર ઊતરી જાય એવી સંભાવના છે ત્યારે હોસ્પિટલે બધી નર્સોની રજાઓ માટે એકસ્ટ્રા સ્ટાફની ગોઠવણી બીજા ડિપાર્ટમેન્ટમાંથી કરી લીધી છે. હોસ્પિટલમાં વાતાવરણ એટલું સારું છે કે એપ્રિલ મહિનામાં જેમની ડિલિવરી છે એ નર્સો પણ કામે આવે છે અને તેમનું કહેવું છે કે એ લોકો અહીં કામ કરતાં - કરતાં જ પોતાની ડિલિવરી થઇ જાય એવું ઇચ્છે છે.

(11:52 am IST)