Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

ચંદ્ર પર ઉઠ્યા બાદ એક સાઈડ પલટાઈ ગયું ઓડિસિયસ લેન્ડર

નવી દિલ્હી: લગભગ 50 વર્ષ બાદ હાલમાં એક અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર ઉતરેલા લેન્ડરનું નામ છે - ઓડીસિયસ લેન્ડર. તે હ્યુસ્ટનની ઈન્ટુઈટીવ મશીને બનાવ્યું છે. નાસાએ જણાવ્યું હતું કે લેન્ડિંગ વખતે મૂન લેન્ડર ઓડીસિયસનો એક પગ ચંદ્ર પર ફસાઈ ગયો હતો. જેના કારણે તે એક તરફ નમી ગયુ છે. જો કે, હવે નવી માહિતી મળી છે કે લેન્ડરે સોમવારે ચંદ્રની સપાટી પરથી પોતાની પ્રથમ તસવીરો મોકલી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે તેના મૂન લેન્ડર ઓડીસિયસનો એક પગ ચંદ્ર પર ફસાઈ ગયો હતો. જેના કારણે તે એક તરફ નમી ગયુ હતું. આ સમાચારની પુષ્ટિ લેન્ડરનું નિર્માણ અને સંચાલન કરનારી કંપની ઈન્ટુઈટીવ મશીન્સ દ્વારા પણ કરવામાં આવી હતી. ઓડીસિયસ એ પ્રથમ અમેરિકન અવકાશયાન છે જે અડધી સદીથી વધુ સમય બાદ ચંદ્ર પર ઉતર્યું હતું. આ રોબોટિક લેન્ડર ગુરુવારે સાંજે 6:23 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ઉતર્યું હતું. પરંતુ ફ્લાઈટ કંટ્રોલર્સને લેન્ડરના કમ્યુનિકેશન સિગ્નલથી સિગ્નલ પ્રાપ્ત કરવામાં ઘણી મિનિટ લાગી ગઈ હતી. ઈન્ટુઈટીવ મશીન્સના સીઈઓ સ્ટીવ અલ્ટેમસે કહ્યું હતું કે, લેન્ડ થતાંની સાથે જ ઓડીસિયસનો એક પગ ચંદ્રની સપાટી ફસાઈ ગયો છે. જેના કારણે તે એક તરફ પલટ્યુ છે. તેમ છતાં લેન્ડર અમારી ઈચ્છિત લેન્ડિંગ સાઈટની નજીક અથવા તેના પર છે. નાસા અને ઈન્ટુઈટીવ મશીને સોમવારે કહ્યું કે તેમને લેન્ડર પાસેથી ડેટા મળી રહ્યા છે અને તેમનું માનવું છે કે, તેમાં હાજર મોટાભાગના વૈજ્ઞાનિક સાધનો કામ કરવાની સ્થિતિમાં છે.

 

(6:56 pm IST)