Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું.....

નવી દિલ્હી: અમેરિકાના મિશિગનમાં પણ એક જગ્યા એવી છે, જેને 'સેંટ ઈગ્નાસ મિસ્ટ્રી સ્પૉટ' કહેવામાં આવે છે. જગ્યાની શોધ 1950માં થઈ હતી. જ્યારે અમુક લોકોની એક ટીમ જગ્યાની તપાસ માટે પહોંચી, તો તેમના તમામ ઉપકરણો અહીં આવ્યા બાદ બંધ પડી ગયા. ઘણા દિવસો બાદ ખબર પડી કે, અહીં 300 વર્ગફૂટની આસપાસના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ. જગ્યા પર આવીને એવુ લાગશે, કે જાણે તમે અંતરિક્ષ યાનમાં ઉભા હોવ.

                અમેરિકાના ફ્લોરિડામાં પણ એક જગ્યા છે, જેને 'સ્પુક હિલ'ના નામથી ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વાહનો ઢાળવાળી જગ્યા પર સરળતાથી પસાર થઈ જાય છે. પરંતુ જગ્યા બિલકુલ ઊંધી છે. અહીં આવીને તમે તમારી કારને બંધ કરી દેશો તો કાર ઢાળવાળા રસ્તાની ઊંધી દિશામાં ખેંચાય છે. આમ ત્યારે થાય છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતુ.

(5:33 pm IST)