Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સ્માર્ટફોન બન્યો યુવાનોની જીવાદોરી:સ્માર્ટફોન વગર રાહ જોવાનું આવતા વધે છે આક્રમકતા:સંશોધન

નવી દિલ્હી: સંશોધકોને એવું માલૂમ પડયું છે કે યુવાનોને જ્યારે સ્માર્ટફોન વગર કોઈની પ્રતીક્ષા કરવાનો વારો આવે છે ત્યારે તેઓ આક્રમક અને ખળભળિત બની જતા હોય છે. યુવાનો સ્માર્ટફોન વગર રહી શકતા નથી તેવું સ્ટડીમાં પુરવાર થયું છે. વિવિધ પ્રકારની વિચારસરણી લોકોના પ્રતીક્ષા અનુભવને કેવી રીતે બદલી નાખે છે તેની શોધ વૈજ્ઞાનિકો ચલાવી રહ્યા છે. જોકે સંશોધન દરમિયાન તેમણે નોંધ્યું કે યુવાનોને રાહ જોવી પસંદ હોતી નથી. ટીમને એવું પણ માલૂમ પડયું કે કંઈક નક્કર વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વધારે ઝડપથી સમય પસાર થઈ જાય છે. યુવાનો જ્યારે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોય છે ત્યારે નકારાત્મક વિચારો કે લાગણીઓ આવતી નથી પરિણામે યુવાનોને તેમનો સમય ક્યાં પસાર થઈ જાય છે તેની બિલકુલ ખબર જ પડતી નથી.

અભ્યાસે શોધી કાઢયું હતું કે ગેમિંગને કારણે અસંવેદના અને ભાવનાત્મક નબળાઈ આવી જાય છે. ૩૦ સેકન્ડ, પાંચ મિનિટ કે ૧૦ મિનિટની રાહ જોવડાવ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ કેવી હોય છે તે અંગે પણ સંશોધન કરવામાં આવ્યું હતું. ટીમને એવું માલૂમ પડયું કે જે લોકોને પ્રતીક્ષા વિશે સામાન્ય રીતે વિચારવાનું કહેવામાં આવ્યું હતું તેવા લોકોને આ વિલંબ વધારે લાગ્યો હતો અને તેવા લોકોએ તેમના અનુભવને વધારે આક્રમક શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.

(6:28 pm IST)