Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પાકિસ્તાનને બચાવવા માટે 1 લાખ બતકની સેનાને મોકલશે ચીન

નવી દિલ્હી:કોરોના વાયરસની ઝપેટમાં હોવા છતાં પણ ચીન ફરી એક વાર મુસીબતમાં ફસાયેલ પોતાના ખાસ દોસ્ત પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કહેવા મુજબ દેશ દસકોથી સૌથી મોટી ટીડી સમસ્યાથી બચવા માટે ચીન ખાસ પ્રકારની એક લાખ બતકોની સેનાને મોકલશે।

પૂર્વી ચીનના જોજિયાંગ પ્રાંતથી મોકલવામાં આવી રહેલ નવા બતક  જીવડાંના આ હુમલામાં અગ્નિમ પક્તિના હથિયાર સાબિત થશે  આ પહેલા ચીન સ્થિતિને સમજવા માટે પાકિસ્તાનને સલાહ દેવા માટે  વિશેષજ્ઞોની એક ટીમને પાકિસ્તાન મોકલી ચૂક્યું છે. ચીનના શીકિયાંગમાં પણ બે દસકા પહેલા આ પ્રકારનો ટીડીઓનો હુમલો થયો હતો ત્યારે ચીને આ બતકોની સેનાને તૈયાર કરી હોવાનું માલુમ પડી  રહ્યું છે.

(6:26 pm IST)