Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અમેરિકાના વિસ્કોનીસન પ્રાંતમાં બિયર બનાવતી કંપનીમાં અંધાધૂંધ ફાયરિંગ કારણોસર 7 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં ગઈકાલે એક બિયર બનાવનારી કંપનીમાં ફાયરીંગ થવાથી 7 જેટલા લોકોના મૃત્યુ નિપજયા હતા, જયારે ફાયરીંગ કરનાર હુમલાખોરને ઠાર કરાયો હતો. આ અંગેની વિગત એવી છે કે મેવોકી શહેરમાં દુનિયામાં સૌથી મોટા બિયર બનાવનાર યુનિટમાંથી એક મોલસન કુર્સના કેમ્પસમાં એક શખ્સે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.

જેમાં 7 જેટલા લોકોના મોત થયા હતા. શહેરના મેયર ટોમ બેરેટે જણાવ્યું હતું કે આ હુમલો ભયાનક હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાખોર આ જ કોમ્પલેકસમાં કામ કરતો હતો. ગોળીબારની ઘટના બાદ હુમલાખોરને પોલીસે ઠાર કર્યો હતો.

(6:23 pm IST)