Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ટૂથબ્રશ ખરીદવા જઈ રહ્યા છો ? તો રાખો આ વાતોનું ધ્યાન

જો તમે ટૂથબ્રશ ખરીદવામાં બેદરકારી કરો છો તો આ તમારા આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે. માત્ર બ્રશ કરવાની સાચી રીત જ મહત્વની નથી રાખતી પણ તમે કેવું ટૂથબ્રશ તમારા દાંત પર ઉપયોગ માટે પસંદ કરો છો એ પણ મહત્વનું છે. તો હવે જ્યારે પણ તમે નવું ટૂથબ્રશ ખરીદવા જાવો તો આ ૫ વાત જરૂર ધ્યાનમાં રાખવી.

૧. ટૂથબ્રશ પસંદ કરતા સમયે મહત્વની વાત છે કે તેના બ્રીશ્લસનો નરમ હોવું. નરમ બ્રિશલ્સ વાળા બ્રશ સફાઈ પણ કરે છે અને કોઈ પણ નુકશાઅ પણ નહી પહોંચાડે તેમજ સખ્ત બ્રિસલ્સથી મસૂડાને નુકશાન પહોંચે છે.

૨. કોશિશ કરવી કે નાના અને ગોળ મોઢા વાળા બ્રશનો ઉપયોગ કરવો. આવું કરવાથી બ્રશ સરળતાથી ખૂણા સુધી પહોંચીને દાંતની સફાઈ કરી શકશે. તેમજ મોટું બ્રશ મોઢામાં ખૂણા સુધી પહોંચવામાં અસમર્થ રહેશે.

૩. જો તમારા દાંત સંવેદનશીલ છે તો તેના માટે તમને સેંસેટિવ ટૂથબ્રશનો યૂઝ કરવું જોઈએ. જે સરળતાથી બજારમાં મળે છે. તેનાથી દાંતને નુકશાન નહી થાય.

૪.જો તમારા દાંત એટલે કે દંપપકિત એક લાઈનની ન થઈ આડી-ઓડી છે તો તેના માટે ઝિકઝેક બ્રિસલ્સ વાળા બ્રશનો ઉપયોગ કરવું સારૂ રહેશે. સામાન્ય અને સપાટ બ્રશ આ રીતે દાંતની સારી રીતે સફાઈ નહી કરી શકે.

૫. હમેશા આ વાતનું ધ્યાન રાખો કે બ્રશના હેંડની લંબાઈ ઓછી ન હોય. નહી તો તમે સરળતાથી તેનો પ્રયોગ નહી કરી શકો. તેમજ બ્રશ ખરીદતા સમયે તેનો કેપ પણ ખરીદવું અને બ્રશ સૂકયા પછી તેમાં કેપ લગાવી દો.

(10:08 am IST)