Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સ્ત્રી-પુરુષના મગજના અલગ રીતે કામ કરવાની વાતને લઈને કરવામાં આવ્યું સંશોધન

નવી દિલ્હી: અનેક કહેવતોમાં કહેવામાં આવે છે કે પુરુષો અને મહિલાઓનું મગજ બિલકુલ અલગ રીતે કામ કરે છે, પરંતુ આપણે તેને ગંભીરતાથી નથી લેતા પણ એક નવા અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. આ અભ્યાસમાં 1 હજાર એવા જીવોનો પતો મળ્યો છે, જે એક લિંગમાં બીજાની તુલનામાં વધુ સક્રીય છે. સ્ટેનફોર્ડ મેડીસીનના સંશોધકોએ કહ્યું હતું કે આ અંતર પુરુષો અને મહિલાઓના મગજમાં પણ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ લિંગના જીનમાં અંતર જોવા માટે મસ્તિષ્કના ચાર અલગ અલગ ક્ષેત્રોની તપાસ કરી હતી. આ મસ્તિષ્ક સંરચનાઓમાંથી કાઢવામાં આવેલ પેશીઓનું વિશ્ર્લેષણ કરતા વૈજ્ઞાનિકોને 1000થી વધુ જીન મળ્યા કે જે એક લિંગના બદલે બીજાના મગજમાં ઘણા વધુ સક્રીય મળ્યા. મનોચીકીત્સા અને વ્યવહાર વિજ્ઞાન અને ન્યુરોબાયોલોજીના પ્રો. નીરવ શાહે જણાવ્યું હતું કે આ જીનોને પ્રારંભીક બિંદુઓના રૂપમાં ઉપયોગ કરીને અમે મસ્તિષ્કની કોશિકાઓના વિશિષ્ટ સમૂહોની ઓળખ કરી છે. જે વિશિષ્ટ સેકસ-વિશિષ્ટ વ્યવહારોને વ્યવસ્થિત કરે છે.

 

 

(6:01 pm IST)