Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અફઘાનિસ્તામાં બે બોંબ બ્લાસ્ટમાં 3ના મોત:13 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં બે અલગ અલગ બોંબ વિસ્ફોટમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે.તેમજ અન્ય 13 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. રાજધાની શહેર કાબુલમાં બુધવારના રોજ સવારના સમયે એક આઈઇડી બ્લાસ્ટમાં બે પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. કાબુલના પોલીસ પ્રવક્તા ફરદોસ ફરામાંજે એક સ્થાનિક સમાચાર એજન્સીને આ વાતની જાણકારી આપી હતી.

     વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કાબુલ પોલીસની ટીમે એક અપરાધિક તપાસ વિભાગની ટિમ મામલે તપાસ હાથ ધરી દીધી છે. કાબુલ પ્રાંતમાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ ઘટનામાં 10 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(5:47 pm IST)