Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કોરોના વાઇરસના સમયગાળામાં વેક્સિન પાસપોર્ટ પર કામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના વાઇરસના સમયગાળામા આપણે કેટલુ બધુ નવુ જોયુ, જાણ્યુ, સાંભળ્યુ અને મળ્યુ પણ. આ ન્યુ નોર્મલમા હવે એક નવુ નામ જોડાયુ છે, જે છે વેક્સિન પાસપોર્ટ. WHO અને WEF જેવા સંગઠન વેક્સિન પાસપોર્ટ પર કામ કરી રહ્યા છે. જો કે, કોરોના વાઇરસના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ખૂબ પ્રભાવિત થઇ છે, આ બાબતને ધ્યાનમા રાખતા વેક્સિન પાસપોર્ટ બનાવવામા પર ભાર મૂકવામા આવ્યો.

    કોરોના વાઇરસની મહામારીને ધ્યાને રાખતા કેટલાય દેશોએ આંતરરાષ્ટ્રીય ટુરિઝમ પર પ્રતિબંધ લાદ્યો છે. તેમજ કેટલાક દેશોએ ઇન્ટરનેશનલ ટ્રાવેલરને જ બેન કરી દીધા છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતાને ઓછી કરી શકાય. જેના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ખરાબ અસર થઇ છે. આ મુદ્દાને ધ્યાને લઇને WHO અને WEF જેવા સંગઠન વેક્સિન પાસપોર્ટ પર કામ કરી રહ્યા છે. જે એક યુનિવર્સલ પાસપોર્ટ હશે. જ્યારે, યૂનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગનાઇઝેશન(UNWTO)એ દુનિયાભરના દેશોને વેક્સિન પાસપોર્ટ લાગુ કરવાની માગણી કરી છે.

(5:46 pm IST)