Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

અનોખો દંડ: પાકિસ્તાનમાં લિપસ્ટિક લગાવવા પર વિદ્યાર્થીનીઓને ચૂકવવો પડશે દંડ

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેની એક યુનિવર્સીટીએ ત્યાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓ માટે એક અજીબો ગરીબ નિયમ બહાર પાડ્યો છે.પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદની યુનિવર્સીટીએ પોતાની વિદ્યાર્થીનીઓને લિપસ્ટિક લગાવીને કૈમ્પસમાં આવવા માટે મનાઈ કરી દીધી છે. તેમજ ત્યાંની યુવતીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોઈ યુવતી કૈમ્પસમાં લિપસ્ટિક લગાવીને આવશે તો તેમને દંડ ચૂકવવો પડશે. જેટલી વાર  લિપસ્ટિક લગાવીને આવશે તેટલી વાર 100 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે તેવું યુનિવર્સીટીના નિયમમાં જણાવવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. યુનિવર્સીટીના આદેશની સોશિયલ મીડિયા પર ખુબજ મજાક થઇ રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:43 pm IST)