Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસની કારની હડફેટે મહિલાનું કમકમાટીભર્યું મોત

નવી દિલ્હી: અમેરિકી દૂતાવાસની એક કારની હડફેટે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે તેમજ તેમના પરિવારના ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દૂતાવાસનું વાહન પાકિસ્તાની ચાલક ચલાવી રહ્યો હતો.તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

               એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના રવિવારના રોજ ઇસ્લામાબાદના મરગલ્લા રોડ પર સમયે બની હતી જયારે અમેરિકી દૂતાવાસનો ટોયોટા લૈંડ ક્રુઝર સુઝુકી ખૈબરની કાર સાથે અથડાઈ હતી.મહિલાએ ઘટનસ્થળેજ દમ તોડી દીધો  હતો તેમજ તેમના પરિવારના ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:41 pm IST)