Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ઈરાનમાં રનવેની જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં યાત્રી વિમાન ઉતરી જતા અફડાતફડી મચી જવા પામી

નવી દિલ્હી: તેહરણથી રવાના થયેલ એક યાત્રી વિમાન રનવે પર ઉતારવાની જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં ઉતરી જતા અફડાતફડી મચી જવા પામી છે. રહેણાંકવાળા વિસ્તારમાં વિમાન ઉતારવાના કારણોસર લોકોના શ્વાસ અટકી ગયા હતા. ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

              વિમાન રસ્તા પર ઉતરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વિમાન લેન્ડ થતું દેખાડવામાં આવ્યું છે તેમજ બીજા યાત્રી વિમાનથી ઉતરતા નજરે પડી રહ્યા છે. વિમાનમાં કુલ 130 યાત્રીઓ હતા અને તેમાં કોઈને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી નથી.

(5:39 pm IST)