Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પાકિસ્તાનમાં ઘૂસીને અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો, ત્રણ આતંકીઓ ઠાર માર્યા

ઈસ્લામાબાદઃ નાણાંકીય સહાય અટકાવ્યા બાદ અમેરિકાએ બુધવારે પાકિસ્તાનના ઉત્તર વજિરિસ્તાનના આદિવાસી ક્ષેત્રમાં ઘૂસીને ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં હક્કાની નેટવર્કના એક કમાન્ડર અહેસાન ઉર્ફે ખવારી સહિત તેના બે સાથી આતંકીઓને ઠાર માર્યા હતા. પાકિસ્તાને આ હુમલા વિશે કહ્યું કે આ અમારી સંપ્રભુતા વિરુદ્ધ છે. પાક.ના આદિવાસી વિસ્તારમાં ચાલુ વર્ષે અમેરિકાનો આ બીજો હુમલો છે.

(11:15 am IST)