Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

આફ્રિકાના દેશ યુગાંડાનો આ 7 વર્ષીય કેપ્ટ્ન હાલમાં દુનિયાઆખીમાં બની રહ્યો છે ચર્ચાનો વિષય

નવી દિલ્હી: આફ્રિકાનાં દેશ યુગાન્ડાનો 7 વર્ષનો "કેપ્ટન" દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયો છે, કેપ્ટનને 3 વખત સેસનાં યાત્રિકોએ યાત્રિક વિમાન ઉડાવીને તહેલકો મચાવી દીધો છે, કેપ્ટનનું અસલી નામ ગ્રાહમ શેમા છે અને અમેરિકાનાં જાણિતા ઉદ્યોગપતિ એલન મસ્ક તેનાં રોલ મોડેલ છે, વિમાન અંગેની અદભુત માહિતી અને વિમાન ઉડાડવાની કળાનાં કારણે ગ્રાહમને લોકો પ્રેમથી કેપ્ટન કહીને બોલાવે છે.

       માત્ર 7 વર્ષનો કેપ્ટન ત્રણ વાર ટ્રેની તરીકે સેસનાં 172 વિમાન ઉડાવી ચુક્યો છે, ગણિત અને વિજ્ઞાનનાં શોખિન ગ્રાહમે કહ્યું કે તેમનું સપનું એક પાયલટ અને અવકાશયાત્રી બનવાનું છે, અને એક દિવસ મંગળ પર જવાનું છે, ગ્રાહમે કહ્યું કે મારા રોલ મોડેલ એલન મસ્ક છે, તેમણે કહ્યું હું મસ્કને પસંદ કરૂ છું, કેમ કે તેમની જેમ હું પણ અંતરિક્ષ અંગે શીખવા માંગું છું, અને તેની સાથે-સાથે તેમની સાથે હાથ મિલાવવા માંગુ છું.

(5:57 pm IST)