Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઇઝરાયલની વાયુસેનાનો ગાઝા પટ્ટી પર રોકેટ હુમલો

નવી દિલ્હી: ઇઝરાયલની વાયુસેનાએ એક સમયે ગાઝા પટ્ટી પર હમાસની ભૂગર્ભ સુવિધાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. વાયુસેનાએ હમાસ રોકેટ ઉત્પાદન સ્થળો અને એક સૈન્ય ચોકીને નિશાન બનાવી છે. ઇઝરાયલના સંરક્ષણ દળો (આઇડીએફ)એ પોતાના ટ્વિટર પેજ પર લખ્યું હતું કે આજે રાત્રે ઇઝરાયલ તરફથી ગાઝાતરફથી છોડવામાં આવેલા રોકેટના જવાબમાં ઇઝરાયલની વાયુસેનાએ હમાસના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં રોકેટ નિર્માણ સ્થળો, ભૂગર્ભ માળખાગત સુવિધાઓ, એક સૈન્ય પોસ્ટનો સમાવેશ થાય છે.

            ઇઝરાયલના સંરક્ષણ દળોએ કહ્યું છે કે ગાઝામાં આતંકવાદીઓએ ગઈકાલ રાતથી ઇઝરાયલ પર કેટલાક રોકેટ છોડ્યા છે. તેના જવાબમાં, અમારી વાયુસેનાએ ગાઝામાં હમાસ ના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં શસ્ત્રો અને વિસ્ફોટકો બનાવતી ફેક્ટરી અને એક સૈન્ય સંકુલનો સમાવેશ થાય છે. અમે ઇઝરાયલ પર હુમલો કરવાના કોઈ પણ પ્રયાસ વિરુદ્ધ કામ કરવાનું ચાલુ રાખીશું. અગાઉ ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે, દક્ષિણ ઇઝરાયલમાં હવાઈ હુમલાની સાયરન સંભળાઈ રહી છે.

(5:56 pm IST)