Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોનાનું નવું સ્વરૂપ હવે જર્મની સહીત જાપાનમાં પણ જોવા મળ્યું

નવી દિલ્હી: બ્રિટનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસનું વધુ સ્વરૂપ પહેલીવાર જર્મની અને જાપાનમાં પણ મળ્યું છે. સંક્રમિત વ્યકિતએ તાજેતરમાં જ બ્રિટનની યાત્રા કરી હતી જર્મનીના એક રાજ્યે ગુરુવારે આ બાબતની જાણકારી આપી હતી જ્યારે જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે નવા સ્ટ્રેનની પુષ્ટિ કરી છે. કોરોનાના નવા સ્ટે્રન (સ્વરૂપ)એ દુનિયામાં હલચલ મચાવી દીધી છે.એક નિવદેન મુજબ સંક્રમિત વ્યકિતએ પરિવારજનોને મળવા માટે 20 ડિસેમ્બરે લંડનના હિથ્રો એરપોર્ટથી ફ્રેન્કફર્ટ માટે ઉડાન ભરી હતી, ત્યારબાદ તેના આગમન પર તેના ટેસ્ટમાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બર્લિટનમાં એક લેબોરેટરીમાં નમુનાના જીનોમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાં કોરોનાનો નવો સ્ટ્રેન બી.1.1.7ની પુષ્ટિ થઇ હતી.

(5:55 pm IST)