Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ફિલીપાઇન્સમાં ફનફોન વાવાઝોડાએ હાહાકાર મચાવ્યોઃ ૧૬ના મોત

ફિલિપાઇન્સમાં ક્રિસમસ પર વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. 'ફનફોન' વાવાઝોડાના કારણે ફિલિપાઇન્સમાં ભારે તબાહી જોવા મળી છે. વાવાઝોડાની ઝપેટમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 ફિલિપાઇન્સમાં વાવાઝોડાની ઝપેટમાં આવી જવાથી અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત નિપજયાં છે. ફિલિપાઇન્સ હોનારત એજન્સીના અધિકારીના જણાવ્યાં અનુસાર મધ્ય ફિલિપાઇન્સમાં ૧૬ લોકોના મોત નિપજયાં છે

જયારે આ વાવાઝોડાના કહેરના કારણે હજારો લોકો ફસાયાં હતા. વાવાઝોડાના પગલે ફસાયેલા લોકોને ઉંચાઇ પર બનેલ રાહત કેમ્પમાં લઇ જવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સમાં આ અગાઉ પર ભયાનક વાવાઝોડું આવી ચૂકયું છે. ૨૦૧૩માં ફિલિપાઇન્સમાં વાવાઝોડા હૈયાન આવ્યું હતું. હયાન વાવાઝોડામાં અંદાજે ૭૩૦૦ લોકોના મોત નિપજયાં હતાં.

(3:46 pm IST)