Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બોલો લ્યો....... મોજાના દુર્ગંધની તકરારમાં ચપ્પુ વડે યુવક પર હુમલો: રશિયાની ફ્લાઈટમાં બન્યો બનાવ

નવી દિલ્હી: રશિયામાં એક હેરાન કરી દે તેવો બનાવ બન્યો છે.ફ્લાઈટમાં મોજાની દુર્ગંધથી પરેશાન યુવકે અન્ય યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો.

સૂત્રો દ્વારા આપેલી મહિત મુજબ રશિયાના મોસ્કો થી કેલિનિનગ્રાડ સુધી જતી ફ્લાઈટમાં યાત્રા કરતા 56 વર્ષના વ્યક્તિએ બાજુમાં બેઠેલા 31 વર્ષીય યુવક પર મોજામાંથી આવતી દુર્ગંધની તકરારમાં એરપોર્ટ પર ઉતર્યા પછી પાર્કિંગમાં મારામારી કરીને  ચપ્પુ વડે હુમલો કર્યો હતોજેમાં યુવકની છાતીમાં ચપ્પુ ઘુસી ગયું હતું. ડોક્ટરે જણાવ્યું કે યુવકના દિલમાં પણ તેના લીધે ઇજા થઇ છે.

(7:12 pm IST)