Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ર૦રર સુધીમાં સ્પેસમાં ફાઇવસ્ટાર હોટેલ બનાવશે રશિયા, એક વીકની હોલિડે પડશે ર.પ૬ અબજમાં

મોસ્કો તા. ર૬: રશિયાની સ્પેસ-એજન્સી રોસ્કોસ્મોસ ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશન પર એક ફાઇવસ્ટાર હોટેલ બનાવવાની તૈયારી કરી રહી છે, જેથી અમીર ટૂરિસ્ટ માનવનિર્મિત સેટેલાઇટની સફર કરી શકે. આ લકઝુરિયસ ઓર્બિટલ સ્વીટમાં ચાર પ્રાઇવેટ કેબિન હશે, પ્રત્યેક કેબિન બે કયુબિક મીટરની હશે. સાથે જ એવી જગ્યા પણ બનાવવામાં આવશે જયાંથી ૪૦૦ માઇલ નીચે પૃથ્વી તરફ જોઇ શકાશે. ૧૬ ઇંચની બારીવાળા લાઉન્જ એરિયામાંથી પૃથ્વીને જોવાના રોમાંચ ઉપરાંત પ્રોફેશનલની મદદથી સ્પેસ-વોક કરવાનો મોકો પણ મળશે. આ હોટેલ બનાવવાનો અંદાજિત ખર્ચ ર૧૦ મિલ્યનથી ૩૩૬ મિલ્યન પાઉન્ડ એટલે કે આશરે ૧૮ થી ર૮ અબજ રૂપિયા જેટલો થશે. સ્પેસની આ હોટેલમાં એક વીક રહેવા માટે પર્યટકદીઠ ૩૦ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ર.પ૬ અબજ રૂપિયાનો ખર્ચ થશે.

(4:51 pm IST)