Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

૧૦૦૦ કિલોની જિન્જરબ્રેડ અને ર૦૦ લોલિપોપ્સની ટ્રેન

સીડની, તા. ર૬ : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલી શાંગ્રી-લા હોટેલમાં ક્રિસમસ નિમિત્તે જાયન્ટ જિન્જરબ્રેડ ટ્રેન તૈયાર કરવામાં આવી છે એના પોલિવિયો નામના પેસ્ટ્રીના એકસપર્ટ શેફે અન્ય પાંચ અસિસ્ટન્ટસની મદદથી ચાર મીટર લાંબી જિન્જરબ્રેડની ટ્રેન બનાવી છે. એમાં લગભગ ૧૦૦૦ કિલો વજનની જિન્જરબ્રેડની ઇંટો ગોઠવાયેલી છે અને સજાવટ માટે ર૦૦ લોલિપોપ્સ વપરાઇ છે. સ્નોની જગ્યાએ ક્રીમનું આઇસિંગ કરેલું છે. લાઇફ-સાઇઝની ટોય ટ્રેન બનાવતા એના અને તેના સાથીઓને ત્રણ દિવસ લાગ્યા હતા. રજાના દિવસોમાં હોટેલમાં રહેવા આવતા ટૂરિસ્ટોને ક્રિસમસ ફીલ આવે એ માટે દર વર્ષે અલગ-અલગ હોટેલો આવા જાયન્ટ આકર્ષણો બનાવવાનું બીડું ઝડપે છે. આ પહેલા તે સ્વીટ બ્રેડનું ઘર, સેન્ટા અને ક્રિસમસ વન્ડરલેન્ડ જેવી કૃતિઓ બનાવી ચૂકી છે.

(4:43 pm IST)