Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મીડીયા-માર્કેટીંગ પ્રોફેશનલ્સ વેકેશનથી વંચીત રહેનારા પ્રોફેશનલ્સમાં સૌથી મોખરે છે

નવી દિલ્હી, તા., ર૬: વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત પ્રોફેશનલ્સમાંથી કોણ પુરતી રજાઓ માણી નથી શકતા એનો ઇન્ટરનેશનલ ગ્લોબલ ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ એકસપીડીયાએ રીપોર્ટ તૈયાર કર્યો છે. વેકેશન ડીપ્રાઇવેશન રીપોર્ટ ર૦૧૭માં લગભગ ૬૬ ટકા મીડીયા અને માર્કેટીંગ ક્ષેત્રના વ્યવસાયીઓનું કહેવું છે કે તેઓ વેકેશન કે એક દિવસની હોલીડે મેળવવાથી વંચીત રહે છે. તેઓ પોતાના કામમાંથી કદી લાંબી છુટ્ટી નથી લઇ શકતા. સરકારી નોકરી ધરાવતા તેમજ શિક્ષણક્ષેત્રે કાર્યરત પ્રોફેશનલ્સ સૌથી ઓછા વેકેશનથી વંચીત છે. આ સર્વેમાં ૩૦ દેશોમાંથી લગભગ ૧પ,૦૮૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. એમા મીડીયા અને માર્કેટીંગના ૬૬ ટકા લોકોનું કહેવું હતું કે તેઓ એક-એક રજા અને રીલેકસ વેકેશન માટે તરસે છે. બીજા નંબરે ફુડ અને બેવરેજ ક્ષેત્ર છે. ફુડ-ઇન્ડસ્ટ્રીના ૬૨ ટકા લોકો હોલીડે નથી લઇ શકતા. ખેતી કરતા પ૬ ટકા, ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાવેલ ક્ષેત્રના પ૬ ટકા, બિઝનેસ અને કન્સલ્ટીંગ ક્ષેત્રના પપ ટકા અને ફાઇનેન્સ અને લીગલ ક્ષેત્રના પંચાવન ટકા પ્રોફેશનલ્સ વેકેશનથી વંચીત છે.

(4:42 pm IST)