Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ડાઇનરે આપી ૧.૯ર લાખ રૂપિયાની ટિપ

રપ૦૦ રૂપિયાના ફૂડ-બિલપર

વોશીંગ્ટન તા. ર૬: અમેરિકાના વોશિંગ્ટન રાજયના બેલવ્યુ શહેરમાં ડ્વેન કલર્ક નામના ભાઇ નિયમિતપણે ધ બ્રીફ એન્કાઉન્ટર નામની કેફેમાં બ્રેકફાસ્ટ કરવા જાય છે. જોકે તેઓ ગયા શનિવારે સવારે ગ્યા ત્યારે તેમણે ત્યાંના સ્ટાફને ખુશખુશાલ કરી દીધો. તેમણે નોર્મલ જે ડિશ મગાવતા હતા એ જ  મગાવેલી. એનું બિલ આવ્યું ૩૯.૬૦ ડોલર એટલે કે આશરે રપ૦૦ રૂપિયાનું. જોકે તેમણે એ બિલ પર ૩૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧.૯ર લાખ રૂપિયાની તોતિંગ ટિપ ચૂકવી. બિલ પર મેરી ક્રિસમસ લખીને ટિપ સ્ટાફમાં વહેંચી દેવાની સૂચના પણ તેમણે લખી હતી.

(4:42 pm IST)