Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કેન્સરનું જોખમ કેટલું છે એ પગના નખમાંનું નિકોટિન તપાસીને કહી શકાય

ન્યુયોર્ક તા. ર૬: તમે સિગારેટ ફૂંકતા હો કે ન હો, તમારા શરીમાં સૂક્ષ્મ માત્રામાં નિકોટિનની હજારી હોય જ છે. અમેરિકાના અભ્યાસકર્તાઓએ પગના અંગૂઠાના નખમાં નિકોટિનની માત્રા કેટલી છે એ જાણીને ફેફસાંનાં કેન્સરની શકયતાઓનો અંદાજ માંડી શકવાનો દાવો કર્યો છે. કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ સેન ડીએગોના અભ્યાસકર્તાઓના કહેવા મુજબ પગના અંગુઠાનો નખ અન્ય આંગણીઓના નખ કરતાં ઘણો ધીમો ઉગે છે. અંગુઠાનો નખ વર્ષે એક સેન્ટિમીટર જેટલો જ લાંબો થાય છે. વાતાવરણમાંનું નિકોટિન શરીરમાં સંઘરાઇ રહે છે અને એમાંનો કેટલોક ભાગમાં નખમાં હોય છે. જે લોકોના પગના અંગૂઠાના નખમાં નિકોટની માત્રા ખૂબ જ હાઇ હોય તેમને ફેફસાંનું કેન્સર થવાની સંભાવના પણ વધુ હોય છે પેસિવ સ્મોકિંગને કારણે નખમાં નિકોટિનની માત્રા વધુ હોય એવું પણ બની શકે છે અને એવા સંજોગોમાં પણ કેન્સરની તલવાર માથે ઝળુંબી શકે છે.

(3:47 pm IST)