Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પરેશાની દૂરઃ મોબાઇલ સ્ક્રીન તૂટી જશે તો આપોઆપ જાડાઇ જશે

સ્ક્રીન તૂટયા બાદ હાથથી દબાવવાથી તે સરખી થઇ જશે

ટોક્યો તા. ૨૬ : ઘણા લોકો મોબાઈલની સ્ક્રીનથી ખૂબ પરેશાન રહે છે કારણ કે તેમનાથી દરેક વખતે સ્ક્રીન તૂટી જાય છે અને પૈસા ખર્ચ કરવા પડે છે. પરંતુ હવે ઍવો મોબાઈલ સ્ક્રીન આવી ગઈ છે, જે તૂટ્યા બાદ આપમેળે જાડાઈ જશે. ધ ગાર્ડિયનઅખબારના અહેવાલ મુજબ જાપાનના ઍક વિઘાર્થીઍ આ સ્ક્રીનની શોધ કરી છે. યુનિવર્સિટી અોફ ટોક્યોના ­ોફેસર તાગુજાઍ આ વાતનું સમર્થન કર્યું છે. તેમણે આ ગ્લાસને ફોનની સ્ક્રીન અને નાજુક ડિવાઈસ માટે શ્રેષ્ઠ ગણાવ્યો છે.

જાપાનના યુવા સંશોધકોઍ આ સ્ક્રીન તૈયાર કર્યાનો દાવો કર્યો છે. આ ગ્લાસને પોલિયર-થિયોરેસ કહેવામાં આવે છે. કહેવાય છે કે સ્ક્રીન તૂટ્યા બાદ હાથથી દબાવવાથી તે સરખી થઈ જશે. તેને પીગાળવા માટે ગરમીની જરૂર પણ નહીં પડે. આ ગ્લાસને ખૂબ મજબૂત માનવામાં આવી રહ્ના છે. આ ગ્લાસની શોધ જાપાનના વિઘાર્થીઍ કરી છે.

આ ગ્લાસની શોધ યૂ યાનાગિસાવાઍ કરી છે. જે સ્નાતક છે. પરંતુ આ શોધ ભૂલમાં થઈ ગઈ હતી. વાસ્તવમાં તે ઍક ગુંદર બનાવી રહ્ના હતો.

પરંતુ તેને ખબર પડી કે પોલીમરને જયારે કાપવામાં આવે છે ત્યારે તેની બંને કિનારી પરસ્પર ચોંટી જાય છે અને સ્ટ્રોંગ શીટમાં બદલાઈ જાય છે. દબાવ્યા બાદ થોડાં જ કલાકોમાં તૂટેલી સ્ક્રીન જાડાઈ જાય છે. કરવામાં આવી રહી છે કે તેના આવ્યા બાદ ઈ-વેસ્ટમાં ઘટાડો થશે અને લોકો તૂટેલી સ્ક્રીન યુઝ નહીં કરે. હવે આ જાવું રહેશે કે આ સ્ક્રીનવાળી ફોન માર્કેટમાં ક્યારે આવશે.

(9:42 am IST)