Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

બ્રિટનની એક કંપનીએ પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવાની કરી જાહેરાત

નવી દિલ્હી: બ્રિટનમાં એક બેંકે પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. તે પણ પગાર કપાત વિના. આ પ્રકારનું પગલું લેનારી આને યૂકેની સૌથી મોટી કંપની કહેવામાં આવી રહી છે. Atom બેંકે મંગળવારે એક જાહેરાતમાં કહ્યું કે, તેણે પોતાના 430 કર્મચારીઓના અઠવાડિયાના કલાકોને પણ 37.5 થી ઘટાડીને 34 કલાક કરી દીધા છે. કંપનીના મોટાભાગના કર્મચારી ક્યાં તો સોમવારથી રજા પર રહેશે કે પછી શુક્રવારથી. બ્રિટિશ બેંકની આ પોલિસી 1 નવેમ્બરથી લાગૂ થઇ છે. આને બેંકના કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અને પ્રોડક્ટિવિટીમાં સુધારાને ધ્યાનમાં લેતા લાગૂ કરવામાં આવી છે. કંપનીના મોટાભાગના કર્મી બેંકની નવી પોલિસી હેઠળ કામ કરી રહ્યા છે. એટમ બેંકના સીઈઓ માર્ક મુલેને કહ્યું કે, ફોર ડે વર્ક પોલિસી અમારા કર્મચારીઓને જુસ્સાની સાથે આગળ વધવાની તકો આપશે. તે પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપી શકશે. જેનાથી તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં તાલમેલ બનશે.

 

(6:06 pm IST)