Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આ બહેનને સત ૧૦૦ કલાક હુલા હૂપ ફેરવવાનો રેકોર્ડ બનાવ્યો

મૂળ ઓસ્ટ્રેલિયાના પર્થની વતની, પરંતુ હાલમાં અમેરિકાના શિકાગો શહેરના વિકર પાર્ક એરિયામાં રહેતી જેની ડોઆન નામની મહિલાએ સતત ૧૦૦ કલાક સુધી હુલા હૂપ ફેરવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છ.ે આ પહેલાંનો રેકોર્ડ ૭પ કલાક અને પ૪ મિનિટનો હતો. જેની પૂરી તૈયારી સાથે આ રેકોર્ડ તોડવા માટે વર્ષોથી મહેનત કરી હતી ગયા મંગળવારે તેણે એક પબ્લિક મોલમાં મેરથોન હુલા હૂપિંગ શરૂ કર્યું હતું જે શનિવાર સવાર સુધી ચાલ્યું હતું. તેણે પુરા ૧૦૦ કલાક હુલા હૂપ ફેરવ્યું હતું. જો કે આટલી મહેનત થયા પછી પણ એને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા મળશે કે કેમ એ મોટો સવાલ છે .તે જયારે હુલા હૂપ ફેરવી રહી હતી. અને પ૮મો કલાક ચાલી રહ્યો હતો. ત્યારે એક વાર તેનાથી હુપ પડી ગયું હતું. એને કારણે બની શકે કે ગિનેસના નિયમો મુજબ તેને માન્યતા ન મળે. જો કે એ પછી તેણે એક વારની આ ભુલને સરભર કરવા માટે દર કલાકે મળતી પાંચ મીનીટના રેસ્ટની એક છુટને જતી કરી હતી હવે તો આખો અટેમ્પટ પુરો થઇ ગયો છે અને સૌથી વધુ કલાકો હુલા હૂપિંગ કર્યુ પણ છે એમ છતાં તેને ઓફિશ્યલી માન્યતા મળશે કે કેમ એ થોડા દિવસમાં ખબર પડી જશે.

(3:50 pm IST)