Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ચીનમાં આઠ લોકોના ભોજનનું બીલ ૪૪.૨૬ લાખ!!

બીજીંગઃ સોશ્યલ મિડિયા પર છેલ્લા દ્યણા દિવસોથી હોટલોનાં બિલો ખાસ્સા ચર્ચામાં રહ્યા છે. કયાંક બે કેળા પર હજારો રૂપિયાનાં બિલ ચૂકવવા પડે છે. તો કયારેક એક ગ્લાસ દૂધ માટે કેટલીક હોટલ વાળા મસ મોટી રકમો વસૂલ કરે છે. ત્યારે આવોજ એક વિચિત્ર મામલો ચીનનાં શાંદ્યાઈથી સામે આવ્યો છે. આ હોટલે ૮ લોકોનાં ડિનરનાં ૪,૧૮,૨૪૫ યુઆન એટલે કે ભારતીય રૂપિયા મુજબ ૪૪ લાખ ૨૬ હજારથી પણ વધારેનું બિલ ચિપકાવી દીધું હતું. પોતાના આ બિલને કારણે આ હોટલ ખૂબ ચર્ચામાં છે.

આ બિલમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આમાં ફકત ૨૦ ફૂડ આઈટમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ફકત ૨૦ રીતનાં વ્યંજનનાં ૪૪ લાખ રૂપિયા ચૂકવવા પડે તો તે બહુજ મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે શાંદ્યાઈની મેગી રેસ્ટોરેન્ટમાં દુબઈથી આવેલા ૮ પયર્ટકો ત્યાં ડિનર લેવા પહોંચ્યા હતા.  જે માટે બે હજાર વર્ષ જુના નમકનો ઉપયોગ કરાયેલ. ચીનનાં એક પોપ્યુલર મિડિયા પ્લેટફોર્મ પર આ બિલને લોગો આશ્ર્ચર્ય રીતે જોવે છે.

(3:49 pm IST)