Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પત્નિની કમાણી વધતા, પતિ અસુરક્ષિત અનુભવે છે

પત્નિ વધુ કમાણી કરતી હોય તો પતિના મનમાં ઇર્ષાની ભાવના ઘર કરી જાય છે

વોશિંગ્ટન, તા.૨૬: પત્નિની કમાણી પર ખાતા પતિને ભારતીય સમાજમાં અયોગ્ય માનવામાં આવે છે. આ માનસિકતાના કારણ જ આજે પણ પુરુષ કમાણી કરવી જોઇએ અને પત્નીએ દ્યરકામ તે માનસિકતાને બળ મળે છે. પણ આ વાત સાચી નથી. પશ્યિમી દુનિયામાં આમ તો કહેવાય છે કે તેમણે મહિલાના સશકિતકરણને સહર્ષ સ્વીકાર્યું છે. પણ કાગડા તો અહીં પણ કાળા છે. અને આ વાઅમેરિકાના થયેલા એક રિસર્ચમાં પણ આ વાતની પૃષ્ટિ થઇ છે કે પત્નિ વધુ કમાણી કરતી હોય તો પતિના મનમાં ઇર્ષાની ભાવના દ્યર કરી જાય છે. આ શોધ અમેરિકામાં યુનિવર્સિટી ઓફ બાથના વૈજ્ઞાનિકાએ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે જે પતિ પોતાના ગુજરાત માટે સંપૂર્ણપણે પત્નીની કમાણી પર આશ્રિત હોય છે તે વધુ તણાવમાં રહે છે. એક સર્વેમાં બહાર આવી છે.શોધકર્તા ડો.જોઆના સિર્ડાના મુજબ પુરુષને ગૃહસ્થી અને બાળકોના લાલન-પાલનવાળી જવાબદારી લેવા અને તેમની રૂઢિવાદી વિચારના કારણે સ્વાસ્થય પર અસર થાય છે. ડો.સિર્ડાએ જણાવ્યું કે વિવાહ જેવા સંસ્થાનમાં જો પત્ની પતિથી વધુ કમાતી હોય તો તેની સીધી અસર વૈવાહિક જીવનમાં થશે. આ પ્રભાવ શારિરીક અને માનસિક સ્વાસ્થય, જીવન પ્રતિ અસંતોષ, લગ્નેતર સંબંધોથી લઇને તલાક સુધી કોઇ પણ રૂપમાં પ્રવર્તી શકે છે.જયારે અમેરિકા જેવા વિકસિત સમાજમાં આ દશા છે ત્યારે ભારતીય પરિવેશમાં પુરુષોની માનસિકતા વિષે શું કહેવું. અહીં તો લિંગભેદ, રૂઢિવાદ જડમૂળ સુધી ગયેલા છે. ભારતીય સમાજમાં તો પુરુષને રડવાની પણ છૂટ નથી.

(11:51 am IST)